Social - Custom રીત રીવાજો

હાલાઈ મેમણ મોટી જમાત અમદાવાદ ના

સામાજીક રીત રીવાજો અને આયોજન

      સગાઇ :-

(૧) સગાઇની વાત નકકી કરવા માટે “શરબતના બ્હાના હેઠળ” પુરૂષોને ભેગા કરી શકાશે નહી.
(૨) સગાઇની રસમ માટે બન્ને પક્ષકારોના ફકત ૨૦ બૈરાઓએ મળી રસમ અદા કરવાની રહેશે.
(૩) જે સગઇ નોંધ જમાઅતની ઓફીસે નહી કરાવવામા આવે તે સગપણના વાધા-વિવાદ અંગે જમાઅતની કોઇ પણ જવાબદારી ગણાશે નહિ.
(૪) સગાઈ પ્રસંગે હેસીયત મુજબ એક જ ઓઠણુ નાકનીચૂક (સોનાની કાંટી), સોનાની વીંટી, મીઠાઇના બે
બોક્ષ બૈરાઓએ લઇ જવાના રહેશે.
“નાળીએર અને પડા” લઇ જઇ શકાશે નહિ.

      શાદી :-

(૧) શાદીની તારીખ નકકી કરવા માટે અનિવાર્ય સંજોગોમાં ખાસ નજીકના સગાઓને મર્યાદીત સંખ્યામાં એકઠા કરી, તારીખ નકકી કરવાની
રહેશે.

(૨) શાદીની તારીખ નકકી કર્યા બાદ જમાઅત ને જાણ કરી રજા ચીઠી મેળવી લેવી જરૂરી છે. રજાચીઠી દીકરા અને દીકરી બન્ને પક્ષોએ લેવી
જરૂરી છે. બહાર ગામથી આવનાર વેવાઇ ને, કન્યા પક્ષવાળાએ “રજાચીઠી’ લાવવા ખાસ તાકીદ કરી, અગાઉ થી જણાવવાનુ રહેશે.
રજાચીઠી વગરના નીકાહ માટે જમાઅત ની કોઇ જવાબદારી ગણાશે નહિ.

(૩) શાદી પ્રસંગે “માંડવાનો’ ગેરરસ્મી રિવાજ બંધ કરવો અને માંડવાના નામે દાવત ન કરવી.

(૪) શાદી ની રસમ શકય હોય તો સામૃહિક શાદી ની પ્રથા ને સફળ બનાવવા મસ્જીદમાં અદા કરવા આગ્રહભરી અપીલ કરવામાં આવે છે.

(નોંધ :- મસ્જીદમાં નિકાહ રાખવાથી, ખુરશી, બીછોના, લાઇટ ડેકોરેશન, માઇકના ભાડાનો બચાવ, નાજાઇઝ ફોટોગ્રાફી તેમજ આઇસ્કીમ
કોલ્ડીકસના અને ખોટા ખર્ચનો બચાવ ઉપરાંત અલ્લાહતઆલાના ઘરમાં , શાદીએ સન્નતે રસુલ (સ.વ.અ.) અદા કરવાનો અફઝલ સવાબ.)
(૫) શાદો મ્રસંગે, સુન્નતે રસુલ (સ.વ.અ.)ની રસમ અદા થતી હોય, છુવારા ( (ખારેક) તકસીમ કરવી (અર્થાત શાદીમાં શરીક થનારનું મોં મીઠું

કરાવવું સુન્નતે રસુલ છે.)

(૬) શાદી સમયે હેસીયત મુજબ પાંચ જોડી કપડા, તથા વધુમાં વધુ પાંચ તોલાના દાગીના કન્યાને ચઠાવી શકાશે તેમજ પ્રાથમીક આવશ્યકની
ચીજ વસ્તુ વિગેરે મળી વધુમાં વધુ રૂ. ૨૫૦૦૦.૦૦ અંકે રૂપીઆ પચ્ચીસ હજારથી વધુ કિંમતનો દહેજ સામાન કન્યાને આપી સકાશે નહી.
આ જોગવઈઇ નો ભંગ કરનાર માટે ભવિષ્યે જમાઅતની કોઇપણ જવાબદારી ગણાશે.

(૭) શાદી પ્રસંગે ઉપર મુજબ કરીયાવર તેમજ દહેજ સામાન જે આપવામાં આવે તેનું લીસ્ટ દુલ્હા તેમજ દુલ્હન પક્ષનાએ જમાઅતને આપવાનું
રહેશે.

(૮) શાદીગ્રસંગે દુલ્હનને ચડાવેલ દાગીના જમાઅતને આપેલ લીસ્ટ મુજબ (પુત્ર વધુ) કન્યાનું “સ્ત્રીધન’ ગણાશે.

(૯)સમાજના ગરોબવર્ગ ને ધ્યાનમાં રાખી, તેઓની દીકરીઓને વરાવવા, પરણવવામાં અવરોધરૂપ બને તેવા ખોટા ખર્ચાસમાન સમાજને
ભારરૂપ દહેજ સામાન હેસીયતમંદ સભ્યો પોતાની દીકરીને શાદી પ્રશગે ન આપે તેવી નમ અપીલ.

(૧૦)જમાઅતના સભ્યો પોતાના તેમજ પોતાના દીકરા-દીકરીના શાદીના વાંધા વિવાદના અણઉકેલ એટલે કે પોતાના પ્રયાસોથી ન ઉકેલ
શકય તેવા વિવાદાસ્પદ પશ્ર્નોના ઉકેલ અને સમાધાન કારક પરિણામ માટે જમાઅતની ફેસલા કમિટીને મધ્યસ્થી બનવા પોતાના વિસ્તારના
કારોબારી સભ્યોની ભલામણ સાથે લેખિત અરજી કરવાની રહેશે.

(૧૧) જમાઅતને મધ્યસ્થી બનાવ્યા વગરના વિવાદ અંગે આપખુદીથી નિર્ણય લેનાર તેમજ તલ્લાક આપનાર માટે જમાઅતની કોઇ જવાબદારી
ગણાશે નહિ. અને તેવી વ્યકિત જમાઅત ની મ્રાથમીક દ્રષ્ટીએ બંધારણીય રીતે દોષીત ગણાશે. જમાઅત ની ફેંસલા કમિટી ઓલ ઇન્ડિયા મેમન
જમાઅત ફેડરેશનના “સામાજીક બધારણ’ને શકય રીતે અનુસરશે.

(૧૨) જમાઅતને સામાજીક બાબત અંગે કરેલ અરજીનો નિકાલ મોડામાં મોડો અરજી મળ્યાની તારીખથી અનીવાર્ય સંજોગો સિવાય ત્રણ
માસમાં કરવામાં આવશે.

(૧૩) ફેંસલા કમિટી બન્ને પક્ષોને સાભળી લેખીત બ્યાન લઇ, પોતાનો લેખીત કેસલોં આપશે. ફેસલા કમિટીનો આખરી નિર્ણય કારોબારીની
અનુમતી માટે કારોબારી મીટીંગ સમક્ષ રજુ કરી મંજૂરી મેળવી, ઠરાવ જમાઅતના પ્રમુખની સહીથી પક્ષકારોને મોકલી આપશે.

(૧૪)ફેસલા કમિટીના ઠરાવ, ચુકાદા સામે જો કોઇ પક્ષકારને વાંધો હોય, તો ચુકાદા મળ્યાની તારીખથી ૧૫ દિવસની અંદર જમાઅતના
પ્રમુખને અપીલ કરવા તે સભ્ય હકદાર રહેશે.

(૧૫) મ્રમુૃખ સાહેબ પોતાની પાસે આવેલ અપીલની સુનાવણી બન્ને પક્ષકારોને જરૂર જણાય તો સાંભળી-અપીલની તારીખથી ૩૦ દિવસમાં
પોતાનો ચ ચુકાદો આપવાનો રહેશે.

(૧૬) પ્રમુખ સાહેબને કરેલ અપીલના ચુકાદાથી પણ જો કોઇ પક્ષકારને સંતોષ ન થાય તો, ઓલ ઇન્ડીયા મેમન જમાઅત ફેડરેશનના પ્રમુખને
ચકાદા મળ્યાની તારીખથી ૩૦ દિવસમાં અપીલ કરવાની રહેશે.

(૧૭) કલમ, ૧૪, ૧૫ અને ૧૬ ની જોગવાઇ અનુસાર જો કોઇ પક્ષકાર નિયત સમયમાં અપીલ નહિ કરે તો ફેંસલા કમિટિનો ઠરાવ, (ચુકાદો)
“તેઓને (પક્ષકારોને) માન્ય છે" અને તેની સામે કોઇ વાંધો વિરોધ નથી તેમ સમજવામાં આવશે.

(૧૮) શાદી પ્રસંગે નિકાહ હકકના દીકરાવાળા તરફથી રૂ. ૨૦૦ અને દીકરાવાળા તરફથી રૂ. ૧૦૦ જમાઅતને આપવાના રહેશે. મહેર રૂ.
૫૧૦૦ અંકે રૂપિયા પાંચ હજાર એક સો પુરા હાલમાં છે તે મુજબ આપવાની રહેશે.

(૧૯) ઇદતની રકમ સામાન્ય સંજોગોમાં ઓછામાં ઓછા રૂ. ૫૧૦૦  અંકે રૂપિયા પાંચ હજાર એક સો આપવાની રહેશે તેમ છતાં, ફેસલા કમિટી
આ રકમમાં હકીકતને ધ્યાનમાં લઇ, વધારો કરી શકશે.

(૨૦) નિકાહ માટે જમાઅતે નિયુકત કરેલ “કાજી” ને બોલાવવાના રહેશે જેથી શાદીની નોંધનો રેકોર્ડ (દફતર) જમાઅત માટે એક જ રહી શકે.

      જકાત -ફીતરા :-

(૧) આપણી જમાઅતના દરેક ભાઇઓને અરજ છે કે જેઓ હેસીયતમંદ (સાહેબેમાલ) છે. તેઓ જે જકાતની ગણત્રી કરે છે તેઓ પૂરેપૂરી રીતે
ખરી ગણત્રી કરી , ગુન્હામાં સારી એવી રકમની સહાય કરે તેમજ “ધી મેમન વેલફેર એન્ડ એજ્યુકેશનલ સોસાયટી મુંબઇ ‘ ની કેળવણીના
વિકાસ માટેની આપણા સમાજની કેળવણી માટેના મા-બાપ સમાન સંસ્થાને પણ જકાતની રકમની રકમની સહાય કરી પોતાનો અમૂલ્ય ફાળો
આપે. તેવી નમ અપીલ.

(ર)ફીતરાના ઘઉં જમાઅતની ઓફીસે મોકલી જમાઅતના ગરીબો માટે અનાજ સહાયક યોજનાને મજબૂત બનાવો, આ નેક કાર્ય ચાલુ રાખવા
નમ અપીલ.

(૩)કુરબાનીની ખાલો પણ જમાઅતની ઓફીસે મોકલી “આર્થિક સહાયની યોજનાને ચાલુ રાખવા સહકાર આપશે.

      ડોનેશન :-

શાદી ખુશાલી તેમજ મર્હુમના ઇસાલે સવાબ અર્થે (સવાબે ઝારીયાની નિયતથ) ગરીબ મેમણ ભાઇ બહેનોને રહેઠાણના મૂંઝવણતા પ્રશ્નના
ઉકેલ માટે “મેમણ કોલોની” ની યોજનાને સફળ બનાવવા સારી એવી રકમનું ડોનેશન આપીને સહાય કરવા નમ અપીલ છે.

      ગૃહઉધોગ :-

જમાઅત દ્વારા સફળતાપૂર્વક શીવણ વર્ગ ચાલે અને રોજગારી માટે ગૃહઉધોગો શરૂ કરી શકાય તે માટે દરેક પોતાનો સાથ સહકાર તન મન
અને ધનથી હમેશા આપતા રહે તેવી નમ્ર અપીલ.

      દીની અને દુન્યવીતાઅલીમ :-

જમાઅતમાંથી દીનની કમજોર દૂર કરવા શકય હોય ત્યાં મદ્ધસાઓ શરૂ કરવા, જયાં મદ્રસાની સહુલીયત હોય તે રીતે, જરૂરત મુજબ આર્થિક
સહાય કરવામાં આવશે. દુન્યવી તાઅલીમ માટે હકીકત ધ્યાનમાં લઇ, તાકીદની પરિસ્થિતિમાં, વિધાર્થીનો અભ્યાસ ફીના અભાવે અટકી ન
જાય તે આશયથી પ્રમુખ પોતાની સત્તાની રૂએ ફીની યોગ્ય સહાય કરી શકાશે.

      મોત મૈયત :-

(૧) મૈયતની ખીચડી વ્યકિતગત કે સામુહિક રીતે કોઇ પણ સભ્ય કે સભ્યોએ બનાવવી નહી.

(૨) મૈયતને દૂરના કબસ્તાને દફનાવવા લઇ જવાનું હોય તેવા સંજોગોમાં હેસીયતમંદ ભાઇઓએ મયતને લઇ જવા માટે વાહનની સગવડતા
કરવાની રહેશે તે ઉપરાંત મૈયતને જે કબ્રસ્તાનમાં લઇ જવાનું હોય તે કબ્રસ્તાનમાં લઇ જવાનું હોય તે કભસ્તાનનું નામ, મૈયતનું
કહેવડાવવામાં આવે ત્યારે જણાવવાનું રહેશે.

(૩) મૈયત તેમજ ઝયારત માટે જમાઅતની તરફથી.ફી મોબાઇલ મેસેજ ની સગવડતા કરવામા આવી છે તો તેનો ઊપયોગ કરવો.

(૪) ઝીયારતનો સમય દફનવિધી ના બીજા દિવસે રાત્રે ઈશાની નમાઝ બાદ મર્દો માટે મસ્જીદ માં અને ઓરતો માટે ઘરે રાખવાની રહેશે.

(૫) મૈયતને દફનાવ્યા પછી તેમજ ઝીયારત પછી ઘરે વધારાના ફાતેહ। માટે રૂઢી ચુસ્ત પ્રથા બંધ કરવામાં આવેલ હોઇ, જમાઅતના દરેક
સભ્યોએ “ફાતેહા’ માટે ઘેર જવાની જરૂરત રહેશે નહિ.

      ગરીબ -યતીમ મિસ્કીન અને બેવાઓ માટે સહાયક યોજના

આપણી જમાઅતના આર્થિક રીતે સંપુર્ણ નબળા, યતીમ, મિસ્કીન અને બેવા (વિધવા) બહેનોને સામાજીક પ્રસંગે આર્થિક સહાયની યોજના
જમાઅત તરફથી ચાલે છે તેના વિશેષ સોપાન તરીકે ઉપર જણાવેલ કુટુંબમાં આકસ્મિક જીવલેણ બિમારી આવે અગર તો ખુદાનેખાસ કુટુંબનો
મુખ્ય માણસ કે જેના ઉપર કુટુંબનો આધાર હોય તેવી વ્યકિતના ઇન્તેકાલથી, કુટુંબ ઉપર આફત ઉતરી આવે અને કુટુંબ નિરાધાર સ્થિતિમાં
મુકાઇ જાય તેવી સ્થિતિવાળા જમાઅતના સભ્યના કુટુંબને તાત્કાલિક આર્થિક સહાય કરવાની એક યોજના વિચારેલ છે. તે ઉપરાંત બેવા (વિધવા) બહેન,
ઇદતમાં રહે તે સમય સુધી, તેના કુટુંબન નિભાવ માટે વધુ માં વધુ રૂ. ૫૦૦.૦૦ અંકે રૂપિયા પાંચસોની તાત્કાલિક સહાય
“જકાત ફંડ” માંથી આપવાની પણ યોજના છે જે કે ફંડમાંથી અનાજ, કઠોળ અન્ય ખાધ્ય સામગ્રી અને થોડીક રોકડ રકમ આપવી જેથી આવા
કુટુંબને “ઇદત’ ના સમય માટે કોઇની પાસે હાથ લંબાવવો પડે નહિં.

      નોટ :-

આ યોજના ગરીબ કુટુંબોને ભલાઇ માટેની હોય, જમાઅતના હેસીયતમંદ ભાઇઓ ઉદાર સહકાર આપશે. તેવી ઉમ્મીકા રાખવામાં આવે છે.

      ગરીબ મેમણ કુટુંબો માટે વસાહત યોજના

આપણી જમાઅતના લગભગ ૧૫ ટકા લોકો (સભ્યો) ઘણી જ દયાજનક સ્થિતિમાં, ગંદા અને ગલીચ વિસ્તારમાં વસવાટ કરી રહેલ છે. આ
રહેઠણનો પ્રશ્ન ઘણોજ વિકટ છે, અમદાવાદ શહેરની નજીકના વિસ્તારમાં ખુલ્લી જમીનો મેળવવાનં દૃષ્કર ભની ગયેલ છે. ભાવ પણ ઉંચા
જતા જાય છે તેથી ગરીબ કે મધ્યમ વર્ગના લોકો માટે વસાહતનો પ્રશ્ન “હલ” કરવો ઘણુ જ કપરૂ કાર્ય છે. છતાં પણ આ કાર્ય હાથ લીધા
વગર હવે ચાલે તેમ નથી. જે માટે ગરીબ, અમીર, મધ્યમવર્ગ તથા કાર્યકરોના સહકારની ખાસ આવશ્યકતા છે.

આ કાર્ય માટે “મેમણ કોલોની ફંડ’ ની યોજના વિચારેલ છે. જે ફંડનો ઉપયોગ ગરીબ ભાઇ-બહેનો (કે જે આપણી જમાઅતના) સભ્યો છે
તેઓના વસવાટ માટે સસ્તી કિંમતના મકાનો બનાવી, બહુ જ ઓછી રકમના હપ્તા (ભાડા પધ્ધતિ) થી હાજતમંદ (જરૂરીયાતવાલા) ને કમિટી
નકકી કરે તે એલોટ કરવા. આ મકાનમાં ૧૦૯૧૦ ફૂટનો એક ઓરડો, ૭૯૧૦ ફુટની ઓસરી અને પાછળના ભાગમાં (વરંડામાં) સંડાસ
બાથરૂમ બનાવવું. મકાનનો પ્રપોઝડ સ્કેચ નીચે મુજબ છે.

જેની અંદાજી કિંમત રૂ.૬૦૦૦.૦૦ જેટલી થાય. આ યોજના મુજબ શરૂઆતમાં એક સાથે ૧૦ મકાનના એવા પ થી ૬ બિલ્ડીંગ બનાવી ડ્રો
પધ્ધતેથી એલોટ કરવા. આ માટે દરેકની અરજીઓ લેવામાં આવશે. નીયત સંખ્યા કરતા, વધુ અરજીઓ હશે તો “ડ્રો’ પધ્ધતિથી અરજી મંજુર
કરવામાં આવશે.

આશા છે કે આ યોજનાને સફળ બનાવવા દરેક તન,મન અને ધનથી પોતાનો સાથ સહકાર અને સૂચનો આપશે.